ક્યાં સુધી?
ક્યાં સુધી?
1 min
14.1K
સ્પંદનોના શગ ઝબક્યા કરશે ક્યાં સુધી?
યાદોના અશ્રુબિંદુઓ ટપક્યા કરશે ક્યાં સુધી?
ઝાંઝવાંના નીરની મૃગ-તૃષ્ણામા અટવાઇને,
અતૃપ્ત માંહ્યલો ભટક્યા કરશે ક્યાં સુધી?
પ્રેમના શબ્દો - શ્રૃંગારની ભ્રમિત માયાજાળમાં,
ગૂંથાઈને ગઝલ બની સિસક્યા કરશે ક્યાં સુધી?
ચાતક જેવી પ્રીત છે કોરાકાગળ-કલમની,
કુરબાનીના શિલ્પમાં ઢળ્યા કરશે ક્યાં સુધી?
કદમ - બેકદમના સ્નેહાળા સાથની આશામાં,
સંતોષાનુભૂતિને ગ્રહી ચાલ્યા કરશે ક્યાં સુધી?