Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,
અંતર
અંતર
★★★★★

© Reena Palathi

Others

1 Minutes   7.4K    6


Content Ranking

અંતર તારી મારી વચ્ચે કેટલું !
શ્વાસ પવન વચ્ચે હોય જેટલું.

એ પ્રીત પવનમાં હળવેથી ઝૂલે;
શાખે વીંટળાયેલી વલ્લી જેટલું. 

અંતર તારી મારી વચ્ચે કેટલું !
હ્રુદય ધબકાર વચ્ચે હોય જેટલું.

એ ધબકારે ધબકી ઊઠે લાગણી,
પ્રણય રાહે પગલા પ્રેમી જેટલું.

અંતર તારી મારી વચ્ચે કેટલું !
સૂર સંગીત વચ્ચે હોય જેટલું. 

એ સંગીતે મહેકી ઊઠે મન વિણા,
ઝંકૃત ભાવના એ તાર જેટલું.

            ન પૂછ હવે

અંતર તારી મારી વચ્ચે કેટલું !
"ઝાકળ" ભીના પુષ્પે હોય જેટલું.

કવિતા

Rate the content


Originality
Flow
Language
Cover design

Comments

Post

Some text some message..