Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,
આગળ પાછળ
આગળ પાછળ
★★★★★

© Pragna Vashi

Others

1 Minutes   13.9K    9


Content Ranking

બિંબ અગર ના હો’કૂંડાળે,
એવાંથી દર્પણ કંટાળે.

કોઈ નથી જ્યાં આગળ–પાછળ,
કોને કાજે આંસુ ખાળે?

આગળ–પાછળ સુખની પળ છે,
દુ:ખ આવે છો ને વચગાળે.

આમ નથી કૈં હાશ છતાંયે,
મ્હેકે કેવું મન ગરમાળે!

સૂરજને પાછો વાળીને,
સપનાંને મૂરખ પંપાળે.

વીત્યાં વર્ષે રાખ વળી ત્યાં,
ભાવિને શું કરવા બાળે?

ભરભર જીવી ગૈ છે પ્રજ્ઞા,
શ્વાસોનાં રંગીન સરવાળે.

ગઝલ

Rate the content


Originality
Flow
Language
Cover design

Comments

Post

Some text some message..