Shaurya Parmar

Tragedy Classics


2  

Shaurya Parmar

Tragedy Classics


આનંદ આયો

આનંદ આયો

1 min 6.8K 1 min 6.8K

આમ આકાશે નજર નાખી,

ત્યાં તો માએ,

વરસાદનો વ્હાલ વરસાયો,

એ જાણે છે કે,

દીકરો મારો રીસાયો..

એકલો મૂકીને ગઈ એટલે,

હું આંખો કાઢીને ખીજાયો,

ત્યાં તો માએ,

ધોધમાર વ્હાલ વરસાયો..

એ જાણે છે કે,

દીકરો મારો રીસાયો..

જુઠ્ઠું બોલીને ગઈ એટલે,

હું મોં ચડાવી ફુલાયો,

ત્યાં તો માએ,

મુશળધાર વ્હાલ વરસાયો..

અંતે તો હું,

મન મૂકીને ભીંજાયો..

અહો...!

આનંદ આનંદ આયો.


Rate this content
Originality
Flow
Language
Cover Design