Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Aarti Saiya

Others

3  

Aarti Saiya

Others

સરહદની આંખે આંસુ

સરહદની આંખે આંસુ

1 min
6.9K


એમનો હશે કે પછી આપણો હશે
એ સૈનિક કોઈ મા ની કૂખનો હશે
 
લાલ ચટક રંગથી જો હોળી થશે
સિંદૂરી સેંથી કંઈક કોરી થશે
કંઈક લાવશેની રાહ જોતા બાળને દ્વાર
પપ્પા જ લપેટાઈને લવાયા હશે
 
ધડ ધડાધડ મારીને, ધડ ધડ ધડ મરીને
કંઈક ઘરના દીપક ઓલવાયા હશે.
કલ્પાંત, હા- હા -કાર, ચીખો, પીડાને કરુણાંતિકા
માતા હદયે ધરતીકંપથી ધબકારે ધબકાર ધ્રુજ્યા હશે
 
શહીદ સૈનિકોની સ્તબ્ધ છાબ જોઈ
સરહદની આંખે પણ આંસુ આવ્યા હશે. રોકી શકે તો રોકો, પવન, પ્રકાશ, સૂરજ,ચાંદ
પક્ષીને ટહૂકાને જતા સરહદ પાર
માનવોને સરહદની આરપાર કરવામાં
દેશના વીરો હણાતા જશે.
પીડા પોકારતી હીરાંશીની કલમ વાંચી કંઈક જખમો કોતરાતા થશે.
 
 
 
 


Rate this content
Log in