Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Ankit Gorasiya

Others

3  

Ankit Gorasiya

Others

દેખાય છે

દેખાય છે

1 min
13.4K


નથી થતું ધરા અને ગગનનું મિલન,
તોય દૂરની ક્ષિતિજ કિનારે દેખાય છે.

બસ એવી જ રીતે તું નથી હોતી જ્યાં,
ત્યાં તારી અસર ખૂબ વધારે દેખાય છે.

હું લખું ને તરત જ તું જીવંત થાય છે;
તેને જ તો આ જગમાં પ્રેમ કહેવાય છે!

તું કંઈ ના કહે તો પણ બધું સમજાય છે,
તેને જ તો આ જગમાં પ્રેમ કહેવાય છે.

ગઝલને નથી લાગતી નજર દુનિયાની,
એ તારા રૂપની સ્યાહી ઓઢીને જાય છે.

ના વરસાદ હોય કે ના વાછટ હોય છે,
માત્ર તને જ જોતાં લાગણી ભીંજાય છે.

તારી ચાહમાં ખુદને જ ભૂલી જવાય છે,
તેને જ તો આ જગમાં પ્રેમ કહેવાય છે.

અહીં ચારેબાજુ તું હોવાનો અહેસાસ છે,
તો પણ હંમેશા તારી ઉણપ વર્તાય છે.

પથ્થરો લાગ્યા નહીં આજ સુધી દોસ્તો!એક જ ફૂલથી જિંદગી આખી ઘવાય છે.

તારા વિશે લખું ને તને ક્યાં સમજાય છે,
“અંકિત” તેને જ જગમાં પ્રેમ કહેવાય છે.


Rate this content
Log in