જ્યાં જોવ ત્યાં તને જ જોવ હું...
જ્યાં જોવ ત્યાં તને જ જોવ હું...
1 min
1.3K
નથી મારે કામ કરાવવા
કે "નરસિંહ" થાવ હું
નથી મારે ઝેર પીવા
કે "મીરાં" થાવ હું
નથી મારે તુજ સંગ રાસ રમવા
કે "રાધા" થાવ હું
નથી મારે દરીદ્રતા ભાંગવી
કે "સુદામા" થાવ હું
નથી મને તુજ દર્શનની આશ
કે "સુર" થાવ હું
કરવું હોય તો એટલું કરજો
રહે ભરપુર પ્રેમ હ્રદયમાં
જ્યાં જોવ ત્યાં તને જ જોવ હું
ને જાણુ નહિં હ્રદયથી જરીયે દુર