Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,
આભમાં રખડતા વાદળોને મીઠો ઠપકો
આભમાં રખડતા વાદળોને મીઠો ઠપકો
★★★★★

© Jashubhai Patel

Others

1 Minutes   6.9K    5


Content Ranking

આમ રોજે રોજ આવીને તમે શું કરશો?
આમ અમથું અમથું દોડીને તમે શું કરશો?
 
જો વરસવું હોય તો વરસી પડોને આજે
આમ ખોટા વાયદા આપીને તમે શું કરશો?
 
ગાજવાની ટેવની તો ખબર છે જ અમોને
તો પછી ગુસ્સો કરીને ભલા તમે શું કરશો?
 
કેટ કેટલી રાહ જોઈ છે રોજ ચાતક નજરે
આમ પથ્થર દિલ બનીને તમે શું કરશો?
 
જો વરસવું ના જ હોય 'જશ' ચાલશે, ચિંતા નહિ
આમ ખાલી હાથતાળી આપીને તમે શું કરશો?

કવિતા

Rate the content


Originality
Flow
Language
Cover design

Comments

Post

Some text some message..