Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,
અલબેલી મૌસમ
અલબેલી મૌસમ
★★★★★

© Harshida Dipak

Classics Inspirational Romance

1 Minutes   13.1K    5


Content Ranking

તારી મારી યાદની મોસમ આવી છે અલબેલી 

ફૂલ - કળિયો ડાળી આખી થઈ ગઈ ઘેલી ઘેલી,

વનવનમાં ભમરાઓ ડોલે,

મધમીઠાં સપનાં ખોલે 

સાજ સજીને પ્રીત પિયુનાં અંતરને અડકેલી ,

ફૂલ - કળિયો ડાળી આખી...

વસંત ઘેલો ડોલે વાયુ, 

કેસૂડાએ કૈંક તો પાયું. 

અંગ અધૂરા રંગાવાની લાગી તાલાવેલી,

ફૂલ - કળિયો ડાળી આખી....

મનમાં ઝીણું ઝીણું નાચે,

મોર  ટહુકો પિયુ વાંચે.

મોરપીંછના સંગે રાધા હૈયામાં હરખેલી,

ફૂલ - કળિયો ડાળી આખી...

વસંત ફૂલ ટહુકો પિયુ ગીત દાંપત્ય

Rate the content


Originality
Flow
Language
Cover design

Comments

Post

Some text some message..