Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Shaurya Parmar

Inspirational Others

3  

Shaurya Parmar

Inspirational Others

શબ્દો પૂરતાં છે

શબ્દો પૂરતાં છે

1 min
9.4K


અમર થવા અમૃતની ક્યાં જરૂર છે,

શબ્દો પૂરતાં છે,


શબ્દો છે તો તેહવારો સઘળા છે,

દિવાળીને નોરતાં છે,


શબ્દોના તોરણો બનાવી વહેંચવા છે,

એ મનના ઓરતાં છે,


શબ્દો છે સંગીત છે સૂર છે સ્વર છે,

શબ્દો જ મારી શૂરતા છે,


સર્વત્ર અંધકાર હોય તો શું થયું ?

શબ્દો નવી નૂરતા છે,


શબ્દો છે તો ઉજવણી છે પળેપળ,

બાકી ક્ષણેક્ષણ કમુરતાં છે,


અમર થવા અમૃતની ક્યાં જરૂર છે ,

શબ્દો પૂરતાં છે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational