ચાલી જાય છે રાહી...
ચાલી જાય છે રાહી...
1 min
14K
લઈને આડ બીજાની જો ચાલી જાય છે રાહી,
ખબર ક્યાં? કેમ? કોની?વાતે આવી જાય છે રાહી.
અરે! રાહીનું કેવું? ચાલતાં થાક્યાં કે આ બેઠાં,
બિચારો પથ વિમાસે ત્યાં જ જાગી જાય છે રાહી?
જરા જ્યાં ચાલવાનો અર્થ, સમજાયો અને ત્યાં તો,
જરા ચાલે તું એ પહેલાં જ હાંફી જાય છે રાહી?
ઘણા ઉપદેશકોએ અટપટા રસ્તા બતાવ્યા તો,
હવે તો ધ્રુવ તારક ખુદને માની જાય છે રાહી.
જરા જો ચાલવાનું બંધ કરશે તું અગર ‘‘પ્રજ્ઞા’’
હશે પાછળ એ આગળ તૂર્ત નીકળી જાય છે રાહી.