Ninad Adhyaru

Others


4  

Ninad Adhyaru

Others


સાત જનમ

સાત જનમ

1 min 13.7K 1 min 13.7K

સાત જનમનાં સરવાળામાં,
શું દેખાયું અજવાળામાં?

એક પતંગુ પીળું-પીળું,
કન્યા શોધે વરમાળામાં!

પ્યાસ દીધી તો પાણી દેશે,
શ્રદ્ધા છે ઊપરવાળામાં!

જીવન એટ્લે બીજું કૈં નહિ,
કુંડાળાથી કુંડાળામાં!

આખી દુનિયા ફેંદી વાળી,
સૂરજ નીકળ્યો ગરમાળામાં!

મન આજે પણ માંજા જેવું,
જીવ હજી પણ આંખાળાંમાં!

'નિનાદ' નામે એક વિદ્યાર્થી,
ગઝલોની ગરવી શાળામાં


Rate this content
Originality
Flow
Language
Cover Design