Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Sapana Vijapura

Others

3  

Sapana Vijapura

Others

ડરતો નથી

ડરતો નથી

1 min
467


કોઈનો વિશ્વાસ પણ પડતો નથી,

છે જખમ એવો કે એ ભરતો નથી,


કોણ લે મનની વ્યથા ? કોને પડી ?

ખોટનો ધંધો કદી કરતો નથી,


જે પહોંચી જાય ઉંચે ટોચ પર,

એ જમીં ઊપર નજર કરતો નથી,


લઈ જજો મારો જનાજો મસ્જિદ, 

એ ચહેરો જો રડે ગમતો નથી,


પાપથી એનું હદય કાળું થયું,

એ ખુદાથી પણ હવે ડરતો નથી,


સાંભળું છું છે હિસાબ મર્યા પછી,

અર્થ એ માણસ કદી મરતો નથી !


યાદનો કાંટો ફસાયો છે હદય,

એકલો દિલ વિણ એ નીકળતો નથી,


સાત સપના હું સજું સંગીતમય,

તાર એ દિલનો તો ઝણઝણતો નથી.


Rate this content
Log in