Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Kalpesh Vyas

Romance

5.0  

Kalpesh Vyas

Romance

ના હોય

ના હોય

1 min
388


બે નાજુક દિલોની જ્યાં કામના હોય, 

ત્યાં ચાલાક મગજનું કંઈ કામ ના હોય,


માણસો જ્યાં મહેનતી, કામનાં હોય,

મહેનત ત્યાં કદીય નાકામ ના હોય, 


સમજદાર લોકો જ તો ગામના હોય, 

બાકી ગાંડાઓનાં કોઈ ગામ ના હોય, 


મનથી ભજનાર ભક્ત રામના હોય,

અસૂરોનાં મુખે કદી 'રામ' ના હોય, 


આળસુનાં બહાના આરામનાં હોય,

પણ મહેનત કરનારને આરામ ના હોય, 


નિ:સ્વાર્થ મિત્રો સહુ શ્યામનાં હોય, 

પણ સ્વાર્થીનો મિત્ર કદી શ્યામ ના હોય, 


સંબંધો અમુક માત્ર નામનાં હોય, 

અમુક અટૂટ સંબંધોનાં નામ ના હોય !


Rate this content
Log in

Similar gujarati poem from Romance