Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Jashubhai Patel

Others

3  

Jashubhai Patel

Others

ન જોઈએ કશું

ન જોઈએ કશું

1 min
7.0K


નામ કાફી છે ન જોઈએ કશું,

યાદ કાફી છે ન જોઈએ કશું,


રીસને પણ પ્યાર માની લઇશું,

વ્હાલ કાફી છે ન જોઈએ કશું,


જે ગમે તમને તે માંગીલો તમે,

પ્યાર કાફી છે ન જોઈએ કશું,


જીંદગીની આ સફર છે દોયલી,

સાથ કાફી છે ન જોઈએ કશું,


સાનમાં પણ લઇશું સમજી બધું,

વાત કાફી છે ન જોઇએ કશું,


આવતી છોને મુશ્કેલીઓ સામટી,

હામ કાફી છે ન જોઈએ કશું,


વાત 'જશ' અપમાનની કરવી નથી,

માન કાફી છે ન જોઈએ કશું.


Rate this content
Log in