Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Dipak Thaker

Others

2  

Dipak Thaker

Others

જો.

જો.

1 min
1.2K


એક કાળી રાતની હત્યા કરી,
સુરજ કેવો નીકળ્યો છે બિંદાસ...જો.

તમરાંનું મધુર સંગીત છીનવાયું,
હવે તો કાબરોનો નર્યો બકવાસ...જો.

શબ્દો બધાં મુર્છીત થયા છે સામટાં,
ગઈ રાતે ઊંઘનો હતો ઉપવાસ...જો.

મ્રુત્યુ એટલે સમાપ્તિ એવું ધારે છે?
એક લાશ પર થાય કેટલો કંકાસ...જો.

ઉગવું જો હોય તો માત્ર હિંમત જરૂરી,
પત્થરોની વચ્ચે ઉગ્યું છે ઘાસ...જો


Rate this content
Log in