Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,
કોઈ કહે કે કવિતા લખવી કોઈ કહે કે લેખ!
કોઈ કહે કે કવિતા લખવી કોઈ કહે કે લેખ!
★★★★★

© Gunvant Upadhyay

Others

1 Minutes   12.9K    1


Content Ranking

કોઈ કહે કે કવિતા લખવી કોઈ કહે કે લેખ;
મારે ભાગે આવી કેવળ કરવી છેકાછેક!

નામ લઈને રાધાનું ને મીરાં નામ ચીતરવું;
ઝેર- કટોરા પીવા કાજે પળપળ નેહ- નીતરવું 
જોગ જગાવી અંતર- મનમાં ઉચ્ચારું અહાલેક!
કોઈ કહે કે કવિતા લખવી કોઈ કહે કે લેખ!

ૠતુકાવ્યોને લખતાં લખતાં મોજ નથી જે આવી;
એક જ અક્ષર પામ્યા એવો નવી જ મોસમ જાણી
હવે કહું જાતે જાણ્યું; એજ અફર છે કેફ !
કોઈ કહે કે કવિતા લખવી કોઈ કહે કે લેખ !

રાધા મીરાં હેત

Rate the content


Originality
Flow
Language
Cover design

Comments

Post

Some text some message..