Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,
એમાં કેમ કરી આવે ચોમાસુ?
એમાં કેમ કરી આવે ચોમાસુ?
★★★★★

© Dave Ravikumar Kanubhai

Others

1 Minutes   13.4K    6


Content Ranking

રોજ રોજ નીંદરમાં વાવું હું શમણાં એની ઉપજ મળે જો મને આંસુ,
એમાં કેમ કરી આવે ચોમાસુ?

પાંપણની પછવાડે થીજેલા આંસુનોકો'ક દી તો કરીયે હિસાબ,
પોતાના કેટલા ને પારકાના કેટલા એનો મેળવીયે જવાબ.

હિસાબો માંડ્યા તો આંસુના દેનારા નીકળ્યા છે
ઝાઝા વિશ્વાસુ
 એમાં કેમ કરી આવે ચોમાસુ?

શમણું જો તૂટે તો વાગે છે એટલું જાણે કે અણીદાર સોંય,
મનને મનાવતા મેં ખુદને કીધું કે અરે શમણાંને તીક્ષ્ણતા હોય.

 

ભીની એ યોદોને દૂર દૂર ઠેલવા પાંપણને ખોલું ને વાસુ
એમાં કેમ કરી આવે ચોમાસુ?

 

રોજ રોજ નીંદરમાં વાવું હું શમણાં એની ઉપજ મળે જો મને આંસુ,
એમાં કેમ કરી આવે ચોમાસુ?

નીંદર શમણાં ચોમાસું

Rate the content


Originality
Flow
Language
Cover design

Comments

Post

Some text some message..