Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Jigisha Raj

Others

2  

Jigisha Raj

Others

એકલો પ્રવાસ છે

એકલો પ્રવાસ છે

1 min
1.1K


અહીં બધે હવે એક ઈશારો મળી રહ્યો છે,
સાવ દૂરથી હવે ક્ષિતીજનો વિસ્તાર થઈ રહ્યો છે.

હું હવે અહીંથી ક્ષણોમાં જઈ થીજી જવાની,
એક લાંબી પ્રક્રિયામાં વિસ્તરવાની છું.

અહીં રોજનો સૂર્ય ચંદ્રનો યુગ અસ્ત અને ઉદય ચાલુ જ છે,
છેક ઉપરથી આવતો સાદ પણ હવે એકદમ સ્પષ્ટ છે.

બસ હવે અહીંથી એકલો પ્રવાસ છે,
એક આખા યુગમાં પલટાવાની છું.

યાદોનો આ મોકળો ખુલ્લો ખજાનો દેખાય છે,
સાવ તળિયેથી પણ એ જ તેજ દેખાય છે.

પ્રેમનો પારસમણી સ્પર્શાય અને
બસ હવે તારામાં ઓગળવાની છું.


Rate this content
Log in