Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Manisha Joban Desai

Inspirational

2  

Manisha Joban Desai

Inspirational

વાત જિંદગીની...

વાત જિંદગીની...

1 min
6.9K


અટકળો સૌ કોઇ ખોટી પાડતી આ જિંદગી,
રોજ વાતો અવનવી જો માંડતી આ જિંદગી.

આભ હોવું, તો કદીક ધરા, ચગડોળે ઘૂમતી;
વાદળો થઈ સુખને પણ સંતાડતી આ જિંદગી. 

હોય એમાં જો કદી મિત્રો ભરી વનરાઈઓ,
તો કદી એકલ - અટુલા રાખતી આ જિંદગી.

ઘેરતો કોલાહલ અહીં ચારદિશા કાયમ,
મૌન થૈ સૌથી અચાનક ભાગતી આ જિંદગી.

લોક સૌ ભેગા જગતમાં સુખની નિંદ લે સદા,
પ્રેમ વિરહમાં સળગતી જાગતી આ જિંદગી.

જૂઠની એ નાવ સાગર પર સરકતી તો રહે;
ને મત્સય સત્ય સમ ઉંડાણે તરતી આ જિંદગી.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational