Others
પ્રીતતો વ્હાલમ વહેતો દરિયો,હેત છલોછલ કહેતો દરિયો.
ખૂબ ધીમેથી પથરાતો પણ,નાજુક નમણો રે'તો દરિયો.
વનરાવનનાં મારગ જેવો,ફૂલડાંથી ફોરમતો દરિયો.
ટહુકે ટહુકે પથરાતો ને,ગીત મધુરું ગાતો દરિયો.
બિંદુમાંથી તેજ - લિસોટો,ભીતરમાં થઈ જાતો દરિયો.