ભમરો છું
ભમરો છું
1 min
7.0K
ભમરો છું ને ભોગી છું,
છતાંય હું તો યોગી છું.
ગોપીઓ કહે ભલેને કે,
હું એક મોટો ઢોંગી છું.
પ્રેમ છે હથિયાર મારું,
ને હું ખુદ પ્રેમરોગી છું.
સમગ્ર વિશ્વના માનવોને,
શીખવનાર જ્ઞાનયોગી છું.
ગીતાનો છું ગાનાર 'જશ',
યોગેશ્વર કર્મયોગી છું.