Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Chirag Padhya

Romance

3  

Chirag Padhya

Romance

વર્ષા

વર્ષા

1 min
13.5K


એક એ 'વર્ષા' હતી જેમાં,

અમે ભીંજાઇ જતા હતા.


એક આ 'વર્ષા' છે જેમાં,

યાદો જ ભીંજાય છે.


એક એ સાવન હતો જેમાં,

નીતરતા હતા અંગે અંગ.


એક આ સાવન છે જ્યાં,

પલડીને કોરા રહી જવાય છે.


એક એ 'વર્ષા' હતી જેનો,

હતો એક આહલાદક સ્પર્શ.


એક આ 'વર્ષા' છે જેના,

ઝાપટા અસહ્ય થઈ જાય છે.


એક એ વીજળી હતી જેની,

રોશની હતી મનમોહક.


એક આ વીજળી છે જેના,

કડાકા દિલ દુભાવી જાય છે.


એક એ હવા હતી જેનો ,

લાગતો ઠંડો મીઠો સ્પર્શ.


એક આ હવા છે જે,

ફફડાટ ફેલાવી જાય છે.


એ પણ 'વર્ષા' મૌસમ હતી ,

આ પણ છે એ જ મૌસમ.


સમય જેમ જેમ બદલાય છે,

ઋતુ પણ બદલાઈ જાય છે.


Rate this content
Log in

Similar gujarati poem from Romance