Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Gaurang Thaker

Others

3  

Gaurang Thaker

Others

શ્વાસોશ્વાસમાં

શ્વાસોશ્વાસમાં

1 min
14K


જિંદગી તું એટલું સમજાઈ, શ્વાસોશ્વાસમાં,
તું હવા ને શ્વાસની હરિફાઈ, શ્વાસોશ્વાસમાં.

મેં અચાનક સાંભળી શરણાઈ, શ્વાસોશ્વાસમાં,
ભીડમાં પણ તું મને વર્તાઈ, શ્વાસોશ્વાસમાં.*

શ્વાસથી સંન્યાસ લેવાનું પછી મન ના થયું,
તું ય અધ્ધરશ્વાસમાં દેખાઈ, શ્વાસોશ્વાસમાં.

હું તને બસજોઇ... કૈં માંગી શક્યો ના દઈ શક્યો,
ત્યારથી વખણાઈ આ નબળાઈ, શ્વાસોશ્વાસમાં.

શ્વાસ મનગમતો હતો મેં એટલે છોડ્યો નહીં,
એ જ ઘટના ખુશ્બુ થઈ ફેલાઈ, શ્વાસોશ્વાસમાં.

રોજ મારા ઘરથી શબ્દાલય તરફ હું જાંઉ છું,
એટલે મારી સફર પોંખાઈ, શ્વાસોશ્વાસમાં.

હું અહીં બે શ્વાસની વચ્ચે મને શોધી રહ્યો,
તું અપાવી દે મને સરસાઈ, શ્વાસોશ્વાસમાં.


Rate this content
Log in