કોક'દિ તો..
કોક'દિ તો..
1 min
6.9K
કોક'દિ તો અમ પાસ સરકો તમે
કોક'દિ તો શમણામાં ફરકો તમે
સંતાડી ફરો છો ઉરમાં સ્નેહના વારિને
કોક'દિ તો વાદળ થઈ અડકો તમે
સ્મિત ભર્યો ચહેરો ગમે છે સદા અમોને
કોક'દિ તો ખુશ થઈ મલકો તમે
ડૂબવું છે, હવે તો અમારે પ્રેમસાગરમાં
કોક'દિ તો સરિતા થઈ છલકો તમે
સાંભળવું છે, 'જશ' સંગીત સ્નેહભીનું
કોક'દિ તો પાયલ થઈ રણકો તમે