Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Manu V Thakor

Inspirational

2  

Manu V Thakor

Inspirational

'પંખી પારેવડું' (ગીત) -મનન

'પંખી પારેવડું' (ગીત) -મનન

1 min
6.8K


પંખી પારેવડું કિલ્લોલ કરતું,
કેવું મજાનું પેલું પંખી પારેવડાનું જોડલું જી રે..

ચાંચમાં તે ચાંચ નાખી કલબલાટ કરતું,
પંખ પસારતું ને ફરફરાટ કરતું;
પંખી પારેવડાનું જોડલું જી રે..

વીણીને એક એક લાવે તણખલુ,
માળો મજાથી જો ને કેવો બનાવતું;
પંખી પારેવડાનું જોડલું જી રે..

વેર્યા છે દાણા ચોકમાં ચબુતરે,
ચણવાને સાથ ઉડી જાતું;
મજાનું પેલું પંખી પારેવડાનું જોડલું જી રે..

હોલા, કાબર ને ચકલાં પોપટ સંગ,
કલરવની દુનિયા ખીલાવતું મજાનું;
પેલું પંખી પારેવડાનું જોડલું જી રે..

કિલ્લોલ કરતું...


Rate this content
Log in