Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Arvind Patel

Others

3.4  

Arvind Patel

Others

નકામું

નકામું

1 min
7.0K


મૂર્તિ વગરનું મંદિર નકામું અને જીવ વગરનું ખોળિયું નકામું,
ડાયાબીટીસવાળાને ગળપણ નકામું અને હૃદયરોગ વાળાને તળેલું નકામું.

ખોરડા સાવ ઉઘાડા નકામા અને ખેતરમાં તો બહુ નાળા નકામાં,
સમજણ વગરનું દેવું નકામું અને નીતિ વગરનું લેવું નકામું.

વાડી વગરની સરિતા નકામી અને વિનય વગરની વનિતા નકામી.
ભૂખ વગરનું ખાવું નકામું અને કામ વગરનું કોઈના ઘરે જાવું નકામું.

અધિકારીઓ બહુ નરમ નકામા અને ગુણવાન બહુ ગરમ નકામા,
મહંત વગરની મઢી નકામી અને હળદર વગરની કઢી નકામી. 

ખીચડી બહું ખારી નકામી અને સાકર વગરની ઘારી નકામી,
ન સમજે તેને કહેવું નકામું અને કોઇને ઘેર ઝાઝા પડ્યું રહેવું નકામું.


સત્તા સામે શાણપણ નકામું અને બહુ ઝાઝું ડહાપણ નકામું.
નીર વગરનું ન્હાવું નકામું અને ગળા વગરનું ગાવું નકામું.

પ્રાણ વગરની કાયા નકામી અને મર્યા પછી માળા નકામી.


Rate this content
Log in