Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Chirag Padhya

Drama Inspirational Thriller

3  

Chirag Padhya

Drama Inspirational Thriller

પિતાને સલામ

પિતાને સલામ

1 min
14.8K



નવ નવ માસ રાખે ઉદરમાં સાચવી,

એ માતાને કોણ ભૂલે છે,


એ માને જીવથી વધું સાચવનાર,

પિતાને પણ સલામ છે.


જન્મ આપે છે સહી અઢળક વેદના,

એ જનનીને કોણ ભૂલે છે,


ચિંતામાં અહીં તહી આંટા મારનાર,

પિતાને પણ સલામ છે.


દૂધ પીવડાવે ચાંપી છાતી સરસો,

એ માતાને કોણ ભૂલે છે,


લોહી સીંચીને પણ કરે છે ઘડતર,

એ પિતાને પણ સલામ છે,


રાતભર ભિનામાં રહી સુવડાવે સુકે,

એ માતાને કોણ ભૂલે છે,


એ રાતોમાં ઘડી ઘડી જાગનાર,

એ પિતાને પણ સલામ છે,


પાપા પગલી કરાવી ચાલતાં શીખવનાર,

એ માતાને કોણ ભૂલે છે,


ખભે બેસાડી દુનિયા દેખાડનાર,

એ પિતાને પણ સલામ છે,


શાળાએ જતો જોઈ હરખાઈ જનાર,

એ માતાને કોણ ભૂલે છે,


બંનેને જોઈ મુછમાં મલકાઇ જનાર,

એ પિતાને પણ સલામ છે,


સાચાં ખોટાનાં ભેદ પરખાવનાર,

એ માતાને કોણ ભૂલે છે,


બની પથદર્શક રાહ ચીંધનાર,

એ પિતાને પણ સલામ છે,


બધાને સાથે રાખી સુખ આપનાર,

એ માતાને કોણ ભૂલે છે,


દુઃખમાં આગળ સુખમાં પાછળ રહેનાર,

એ પિતાને પણ સલામ છે,


જેણે બનાવ્યું સુંદર આ જગત,

એ માતાને કોણ ભૂલે છે,


જેમના આપણે અંશ છીએ,

એ પિતાને પણ હજાર સલામ છે.


Rate this content
Log in