Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Purnima Bhatt

Others

3  

Purnima Bhatt

Others

આ વરસાદમાં

આ વરસાદમાં

1 min
12.9K


 

વાગ્યો મને ફોરો, ભૂલી ગઈ ભાન આ વરસાદમાં,
મદમસ્ત ઊઠ્યું અંગમાં તોફાન, આ વરસાદમાં.

સળવળ થયાં કંઈ કેટલાં શમણાં સુવર્ણી, આંખમાં,
ભીંજાય અનરાધાર, કાચો વાન, આ વરસાદમાં.

ફૂલ સંગ મ્હોરી, તીતલી સમ ઊડતી, બાળા અબુધ,
ટહુકો લે કોયલ સંગ, ગાતી ગાન, આ વરસાદમાં.

નિર્દોષ ખડ ખડ હાસ્ય લઈ, જાણે નદી ઝરણું વહે,
લ્યો તે છતાં, સોળે ન આવી સાન, આ વરસાદમાં.

તરબોળ થૈ, પલળેલ અંગે અંગ એનાં ખીલતા,
અલ્લડ પણામાં રૂપથી, અનજાન, આ વરસાદમાં.

તીખાં નયન, કંઈ વીજળી ચમકે, ડરે એથી ભલા?
નિર્લેપ છે, ઈશ્વર તણું વરદાન, આ વરસાદમાં.

ભીનાશ કેરાં ભારથી, મૂંઝાઈને 'તૃષા' હરી,
મૌસમનું એ ટીપું હતું આસાન, આ વરસાદમાં.


Rate this content
Log in