Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Parul Wala

Others

3  

Parul Wala

Others

તું મળે

તું મળે

1 min
6.7K


થાય એવું રૂબરૂં જો તું મળે !
એક ઇચ્છા હું કરું જો તું મળે !
 
સૌ કહે છે કે બની છે બાવરી,
હુંય એ માનું ખરું જો તું મળે !
 
મંદિરે કે મસ્જિદે કે દેવળે,
તું કહે એને સ્મરું જો તું મળે !
 
છે ખબર, થોડા સમયની જિંદગી,
રોજ સંગાથે ફરું જો તું મળે !
 
માર્ગમાં ફૂલો બીછાવ્યા છે અને,
જીવ પણ હું પાથરું જો તું મળે !
 
છે દવાઓ ને દુઆ રૂપે બધું,
આખરી શ્વાસો ભરું જો તું મળે !


Rate this content
Log in