Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,
તમારૂં આગમન નથી હોતું..!
તમારૂં આગમન નથી હોતું..!
★★★★★

© Nayan Nimbark

Romance

1 Minutes   6.8K    7


Content Ranking

હવે નજરો મળે છે, ને મિલન નથી હોતું;

ફક્ત શબ્દો ગોઠવાય છે ખાલી, કથન નથી હોતું!!

ભરી છે ખોબાઓમાં અંજલી આંસુઓથી છલોછલ;

બે બુંદ નજરે ચડે અેવું કોઈ સ્વજન નથી હોતું!!

ચડી જાઉં હસતે મોઢે આજ પણ શૂળી પર પણ,

કોઇ ઇલજામ પણ ન દે, એ સહન નથી હોતું!!

વીંઝી દે કોરડાઓ તું ચાહે એમ નગ્ન બદન પર;

લાગણીઓને ઠોકરે ચઢાવે આમ, એવું દમન નથી હોતું!!

ફક્ત કાંટાઓ રહ્યા છે ડાળીએ ડાળીએ અહીં ઉપવનમાં;

આવું કોઈ જિંદગીમાં ખીલેલું ચમન નથી હોતું!!

કાંઈક તો પગરવનો અવાજ આવવો જોઈએ તમારો;

હવાની રુખ બદલાયે એવું તમારું આગમન નથી હોતું!!

ન જોશો આમ શબ્દોને, દર્દ ટપકતું લાગશે તમને;

ચાહવાનું અમ જેવું તમને કોઈ વ્યસન નથી હોતું!!

હાથ જોડવાની કોઈ જરુરત આજ પણ ઉભી ન હો મને;

પાંપણો ઢાળવા જેવું હ્યદયથી તમને નમન નથી હોતું!!

શું આગ બૂઝાશે આ હ્યદયની શ્મશાનના લાકડાઓમાં?

રાખ બની જાવાથી પણ લાગણીઓનું શમન નથી હોતું!!

કવિતા ગઝલ સ્મશાન દર્દ

Rate the content


Originality
Flow
Language
Cover design

Comments

Post

Some text some message..