Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,
પડે છે
પડે છે
★★★★★

© Sathis Sakhiya

Inspirational Tragedy

1 Minutes   13.8K    8


Content Ranking

ઝખ્મો પામીને પણ જીવવું પડે છે,

જીવતાં રહીને પણ મરવું પડે છે.

જુવો તો ખરા હાલ આ જગતમાં,

માણસ બની કેટલું ગુમાવવું પડે છે.

રડતાં હોય ભલેને હ્રદય ગમે તેવા,

છતાં ચહેરે સ્મિત સજાવવું પડે છે.

સમાજ સાથે હળીમળીને રહેવા, 

કારણ વગર પણ શરમાવુ પડે છે.

જોવા માંગતા ન હોય ચહેરા જેના,

એવાઓની સામે પણ મલકવું પડે છે.

સત્ય ખાતર જતું કરવું સમજ્યા,

જુઠ્ઠાઓને પણ અહીં નમવું પડે છે.

અફસોસ છે 'સતીષ' એટલો જ કે -

સચ્ચાઈ ને અહીંયા ચુપ રહેવું પડે છે.

હ્રદય સ્મિત સતીષ ગઝલ

Rate the content


Originality
Flow
Language
Cover design

Comments

Post

Some text some message..