Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Pragna Vashi

Others

3  

Pragna Vashi

Others

કેવી રીતે વાવીએ ?

કેવી રીતે વાવીએ ?

1 min
6.7K


બીજ છે તો એવી રીતે વાવીએ,
આંખની ભીનાશમાં રોપાવીએ.
 
પ્રેમને મેં નામ દેવા જ્યાં ચહ્યું,
એ કહે ચલ, પાંપણે ત્રોફાવીએ!
 
ઓછુંવત્તું પ્રેમમાં ક્યાં શક્ય છે?
છે અગર તો ક્યાં પછી જોખાવીએ?
 
એ કહે ઝાંખો પડે જો પ્રેમ તો?
મેં કહ્યું કે લે ફરી મંજાવીએ.
 
પ્રેમથી તો આપણે ઉજળાં થયાં,
લોક સામે કેમ એ છુપાવીએ?


Rate this content
Log in