બિચારો ક્યાં હતો
બિચારો ક્યાં હતો
1 min
13.3K
માનવી પ્હેલાં નકામો ક્યાં હતો,
આટલો તો સાવ ખારો ક્યાં હતો.
વાતવાતે આજ માણસ બાઝતો,
વેરનો આવો રસાલો ક્યાં હતો.
દર્દમાં એ જીવતો ,મરતો સદા,
આજ જેવો એ બિચારો ક્યાં હતો.
એ સમય જીવન ઘણું કપરું હતું,
તોય માણસનો વધારો ક્યાં હતો.
રોટલો ચટણી બધાં ખાતા મળી,
તે છતાં દુખનો નકારો ક્યાં હતો.