Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Rajesh Hingu

Drama

3  

Rajesh Hingu

Drama

અડધી ચા માં

અડધી ચા માં

1 min
572


કોઈ કસર ન છોડી ઈશ્વર તેં આપવામાં,

ભીનું હ્રદય ધર્યું ને શબ્દો વળી નફામાં.


બે ટંક માટે કાયમ તો છે જ છે ઉધામા,

આનંદભૂખ લાગી, આવ્યો કવિસભામાં.


વૃક્ષો કરે છે અરજી, સુણજો નગરપતિઓ,

ના કાઢજો નિકંદન, મેટ્રો ઉગાડવામાં.


એબીસીડી ઉપર તો ફરતાં રહે ફટાફટ,

છે ટેરવાંની આળસ, કક્કો જ ટાઈપવામાં.


ઓછીયે થઈ શકે ના, છોડાય પણ શી રીતે?

અદરખ સમી ભળી છે તું મારી અડધી ચામાં.


Rate this content
Log in

Similar gujarati poem from Drama