Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Asha Shah

Others

3  

Asha Shah

Others

એવી જનનીની છે આ કહાણી

એવી જનનીની છે આ કહાણી

1 min
13.8K


એવી જનનીની છે આ કહાણી,
આંચળમાં છે દૂધ ને આંખોમાં છે પાણી…

જેના માટે જ ‘મા તે મા,
બીજા બધા વગડાના વા’
એવી ઉક્તિ કહેવાણી… એવી જનનીની છે આ કહાણી…

હર હમેંશ માયા, મમતા,
સ્નેહ, લાગણી, ચિંતા ને
પ્રેમની ફૂટતી સરવાણી… એવી જનનીની છે આ કહાણી…

અસર કોઈપણ ઋતુની
જેના મુખ પર ક્યારેય
પણ નથી વરતાણી… એવી જનનીની છે આ કહાણી…

બાળપણમાં પિતા, પતિ
યુવાનીમાં, ને ઘડપણમાં
સંતાનોના નામે ઓળખાણી… એવી જનનીની છે આ કહાણી…

સર્વસ્વ અર્પણ કરીને
સ્વનું, સ્વજનોના જ
સુખ:દુખના રંગે રંગાણી… એવી જનનીની છે આ કહાણી…

ક્યારેક માતૃત્વની ભાવનાને
વિસારે પાડીને, વૃધ્ધાશ્રમની
વાટ પણ એને બતાવાણી… એવી જનનીની છે કહાણી…

તેમ છતાં, ‘ખમ્મા મારા લાલ’,
જેવા આશિર્વચનો છે રોમેરોમમાં
એ ગાથા પણ છે પંકાણી… એવી જનનીની છે આ કહાણી…

કરજ જેના દૂધનું, નથી
ઉતર્યું ને નથી ક્યારે પણ
ઉતરવાનું, એવી સત્ય છે વાણી… એવી જનનીની છે આ કહાણી…

એવી જનનીની છે આ કહાણી,
આંચળમાં છે દૂધ ને આંખોમાં છે પાણી.......

 


Rate this content
Log in