Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Naishadh Makwana

Others

3  

Naishadh Makwana

Others

હોય તો....

હોય તો....

1 min
13.1K


 

દિલને જરા જો હાથથી, સ્પર્શી શકાતું હોય તો,
દુ:ખથી કણસતાં દિલ ઉપર,વરસી શકાતું હોય તો.

ભીની થશે આ આંખ પણ જ્યાં યાદ એની આવશે,
ના આવશે બંધન તજી, સમજી શકાતું હોય તો.

કારણ નહીં કંઇ હોય, તો યે બોલવાનું ના બને,
તો મૌન ત્યાગી ને સહજ ગરજી શકાતું હોય તો.

તસવીર એની આમ તો અંદર છૂપાવી છે હવે,
પણ યાદ એ જ્યારે કરે વરતી શકાતું હોય તો.

કામણ કલા ને કીર્તિ તો એમ ક્યાં હાંસલ થશે?
એ તપ વગર મળશે નહીં,તપસી શકાતું હોય તો.

મારા પ્રભુ તારી દયાની એક દૃષ્ટિ રાખજે,
કૃપા થવાની આશમાં તરસી શકાતું હોય તો.


Rate this content
Log in