Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Vivek Chudasma

Others

2  

Vivek Chudasma

Others

બે હૈયાનું અદ્‌ભૂત મિલન

બે હૈયાનું અદ્‌ભૂત મિલન

1 min
1.3K


મારી ને તમારી મુલાકાત હતી,
આપણાં એ હૈયા તણી વાત હતી.
 
લાગણીઓ મેં છુપાવીને રાખી હતી,
જોઈ તને એ મનોમન છલકાતી હતી.
 
આવીને બેઠાં તમે પાસે મારી,
વાતની આપણી શરૂઆત હતી.
 
ન કશું બોલી શક્યાં તમે, ન હું કશું બોલ્યો,
છતાંય લાગણીની એ ભિનાશ છવાતી હતી.
 
ને તમે એ મનની વાત મૂકી હળવેકથી,
ને હૈયાની એ ઉર્મિઓ હરખાતી હતી.
 
મારી એ વાતને કબૂલ કરી મેં,
આવીને દ્વાર હૈયાના ખટખટાવતી હતી.
 
ખોલ્યો દરવાજો મેં હ્રદયનો મારો,
ત્યાં લાગણી તમારી બોલાવતી હતી.
 
ભેગા થયાં અંતરનાં એ સૂરો આપણાં
એ તો વાતાવરણને રંગીન બનાવતી હતી.
 
એ દ્રશ્યની વાત ન પૂછો તમે "મિત્ર"
બનીને જીવનસાથી એ નજીક આવતી હતી.


Rate this content
Log in