Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,
લાગણીઓનો વ્યાપાર
લાગણીઓનો વ્યાપાર
★★★★★

© Ankit Gorasiya

Others

1 Minutes   13.5K    4


Content Ranking

રાત તારી યાદમાં એવી રીતે પસાર થાય છે;
આંખ બંધ કરું એ પહેલા જ સવાર થાય છે.

નજરોનાં આવા યુદ્ધનો મતલબ નથી જરાય,
ચોટ એકેય લાગતી નથી ખાલી વાર થાય છે.

એવો કોઈ રસ્તો તો દેખાડ જ્યાં તું ના મળે,
હવે તો વળાંકે વળાંકે તારો દીદાર થાય છે.

એક તરસ્યો શબ્દ હું એક વહેતી ગઝલ તું,
વાહ વાહ કરવા એકત્ર આખો સંસાર થાય છે.

ગગનમાં વાદળોની પેલે પાર હોય ઠેકાણું તારું,
ત્યાનાં રહેવાસી અમને પરવરદિગાર થાય છે.

બે પળનું જીવન છે જે ક્ષણમાં વહી જશે પણ,
ઈચ્છાઓ પૂરી કરવાની ઈચ્છા ધરાર થાય છે.

ખેલ પણ ગજબનો હોય છે પ્રેમના બજારમાં,
મૌન રહી દિલની લાગણીઓનો વ્યાપાર થાય છે.

લખું જ્યારે હું તારી યાદોથી કોઈ પ્રસંગ “અંકિત”,
મારી ગઝલમાં તારા રૂપનો શણગાર થાય છે.

ગઝલ

Rate the content


Originality
Flow
Language
Cover design

Comments

Post

Some text some message..