Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Megh Bindu

Others

4  

Megh Bindu

Others

ઉપચાર કર

ઉપચાર કર

1 min
13.6K


દંભ ભારોભાર છે સ્વીકાર કર,
ને અહમના રોગનો ઉપચાર કર. 

જો તને પૂજી રહ્યા છે લોક સૌ;
તું સરળતાથી બધે વ્યવહાર કર. 

ત્યાં કશું નાં કોઈનું પણ ચાલતું,
મોત આવે સ્નેહથી સ્વીકાર કર.

જો પરાણે યુદ્ધ કો આવી પડે,
તું સજ્જ છે એટલો ટંકાર કર.

વાંચતા ઉપદેશ તારો હું હસ્યો,
"આ જગતમાં તું બધાથી પ્યાર કર."


Rate this content
Log in