Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Ninad Adhyaru

Others

4.5  

Ninad Adhyaru

Others

વાંસળી

વાંસળી

1 min
20.7K


વાંસળી જો થઈ શકે છે વાંસમાંથી,
કૈંક તો બનતું હશે આ ઘાસમાંથી!

આંગળીથી નીકળે છે ફાંસ આ,કે-
આંગળી આ નીકળે છે ફાંસમાંથી?

કાન દઈને કોઈ દિવસ સાંભળ્યું છે?
ચીસ કેવી નીકળે છે ચાસમાંથી!

વાટ જૂનાગઢ હજુ જોયાં કરે છે,
આવશે નરસિંહ ક્યારે રાસમાંથી?

ચેક રબ્બરથી હું ભૂંસીને હયાતી,
બાળપણ શોધ્યાં કરું કમ્પાસમાંથી!

આજ એક્કા સો ટકા હારી જવાનાં,
પાનું ત્રેપ્પનમું મળ્યું છે તાસમાથી.

શું કરું 'નિનાદ' મયખાને જઈને?
પ્યાસ કોઈ લઇ ગયું છે પ્યાસમાંથી!


Rate this content
Log in