Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Chaitanya Joshi

Abstract Others

3  

Chaitanya Joshi

Abstract Others

રજૂઆત મારી

રજૂઆત મારી

1 min
13.6K

ક્યારેક ક્યારેક હોય છે અંતરની રજૂઆત મારી.

ક્યારેક ક્યારેક હોય છે અંદરની શરુઆત મારી.

હૈયાવલોણે આખરે અમી કે વિષ નીકળી રહેતું, 

મનોમંથનની પરાકાષ્ઠાએ ઉરની એ નિરાંત મારી.

ઘાવ જગતનાં સહીસહીને ઘવાયેલું હૃદય મારું, 

શબ્દો પણ પાડીને જ જંપતા ઉરની ભાત મારી.

પ્રાસાનુપ્રાસે શબ્દવિન્યાસ થઈને વિરમી જતો,

બહુ ઓછાને સમજાતી હશે ઉરની વાત મારી.

આમ તો શબ્દ અને અંતર પ્રતિબિંબ એકમેકના, 

ઉપાહારે આખરે એ હશે કોઈ શબ્દસૌગાત મારી.

Rate this content
Log in

Similar gujarati poem from Abstract