Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Others

3  

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Others

અનુકૂલન..

અનુકૂલન..

1 min
13.5K


મેઘધનુષી પરિધાન ધારણ કરી ટહેલું તો,

અંતરના અહેસાસને ટહુકા ચુંબન કરે.


ને ગુલમહોરને નિરખીને ખિલેલો આ તડકો,

અસ્તિત્વમાં ગરમા ગરમ જીવતું જોબન ભરે.


ગરમાટા માં ગરમાટો કહે છે ગરમીને કાપે,

તને નિરખું ને વજૂદ મારૂં એમ કુંદન બને.


ક્યાં વિસામો છે યાતાયાતનેય આ સડક પર

ઉંઘેલી આળસમાંય ભરબપોરે યૌવન ભરે.


પછી તો બળબળતી એક ક્ષણે તારું એક સ્મિત,

શિતળતાની લહેર તારા ગાલનું ખંજન બને.


છો ને હોતી ઋતુઓ કોઈ પણ-તું છે તો "પરમ"

"પાગલ"બનાવી મને કેવું અનુકૂલન કરે


Rate this content
Log in