Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Ramesh Patel

Drama

4.6  

Ramesh Patel

Drama

નમું હું અનંતા

નમું હું અનંતા

1 min
444

છે આ વિશાળ જગતની શરૂઆત સૂક્ષ્મે,

ને સૂક્ષ્મમાં જગ દીઠું આખું વિશાળ,

ભળ્યા પરસ્પર, તો નિત્ય જ એ અનોખા,

જુએ વિજ્ઞાન વિસ્મયથી આ રંગ થાળ,

કેવો જ શોભત આ વર્ણ તારો નીલો!

આકાશ તત્ત્વ અનંતા દૈવી જ ગુપ્ત,

જાણું જ અંધારે; એ શ્યામલ દુવિધા

દે આશરો સકળ સંઘ તોય તું અલિપ્ત!

જાયા અમે જ; ધરી નાતો પંચતત્ત્વે

પૂછું સ્વયંને કોણ રમતું મસ્ત ધીરે?

છોડી ધરા; ગમતું ઘૂમવું આભ મધ્યે

પામું વિસામો જ, ધરી અંબર છત્ર શિરે,

શું છે તું તત્ત્વ? રમે સામે પણ ન જાણું,

છે દર્શન તવ અગમ્ય! નમું હું અનંતા(૨)

Rate this content
Log in

Similar gujarati poem from Drama