આજ..
આજ..
1 min
6.9K
હામ હૈયામાં હવે શોધું છું હું..
યાદ કરવા જો તને ભૂલું છું હું...
રાત આવે એટલે શમણા સજે..
હાથના તકિયે હવે પોઢું છું હું...
રોજ સંકલ્પો નવા કરવા મથું
જોમ સાથે દોડવા જાગું છું હું...
તેજ છે રફતાર આખા વિશ્વની..
મસ્ત થઈને આજમાં ઝુમું છું હું...
કાલમાં ક્યારેય હું પડતો નથી..
આ 'જગત'ને આજમાં જીવું છું હું