Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,
શું કરશો?
શું કરશો?
★★★★★

© Jashubhai Patel

Others

1 Minutes   7.0K    4


Content Ranking

આમ ઉદાસ બેસીને શું કરશો?
છાનાં આંસુડા સારીને શું કરશો?

હતું જે કાંઈ થવાનું, ગયું થઈ,
આવો ગુસ્સો કરીને શું કરશો?

ગયા છો વધી ઘણા આગળ તમે,
હવે તો પાછા ફરીને શું કરશો?

થયો છે લાલચોળ, એક ગાલ તો,
પછી બીજો ધરીને શું કરશો?

હોય મરવાનું તો એક જ વાર,
આમ રોજ રોજ મરીને શું કરશો?

તરવાની મજા તો હોય સમુદ્રમાં જ,
નાનાં ખાબોચિયામાં તરીને શું કરશો?

ચેન તો ગયા છો અમારાં હરી તમે,
'જશ' હવે ચીર હરીને શું કરશો?

ગઝલ

Rate the content


Originality
Flow
Language
Cover design

Comments

Post

Some text some message..