Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Kiran shah

Drama Fantasy

3  

Kiran shah

Drama Fantasy

આટલું કરી શકું?

આટલું કરી શકું?

1 min
264




ફૂલને બંડી જો પહેરાવી શકું,

કેટલી વાતો પછી વાવી શકું.


લે ધરું ખોબો ભરી દે સ્નેહથી,

બીક સઘળી આજ ઉડાવી શકું,


આંખ જોતી એજ સમજાયું નહીં

દ્રશ્ય એ પાછું હવે લાવી શકું?


વાયુ સાથે વાત આજે થૈ હતી.

કે હું સંગાથી બની આવી શકું?


આભ મળતા એમ ઉડી ના શકાય?

કાશ પાંખો હોત ફેલાવી શકું.


સ્થાન આપ્યું હાથ જોડી માન છે.

એ નમાવે આજ અપનાવી શકું?


હા! અફર છે બોલ એનાં એ ફરે?

સાર એનો શીશ ઝુકાવી શકું.



Rate this content
Log in