Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Alpa Vasa

Inspirational

3  

Alpa Vasa

Inspirational

હવાઈના સમુદ્ર તટે ફરતા

હવાઈના સમુદ્ર તટે ફરતા

1 min
6.9K


સમુદ્ર તટે ફરતા ફરતા
મીઠા અવાજે સાદ દીધો.
જોયું તો
નાની નાની સુંદર માછલીઓનો સમૂહ
મને નીજ ઘરે આવવા આમંત્રણ આપતી હતી.
એમના અતિ આગ્રહને વશ થઈ
મેં પણ હા ભણી
કાલે આવવાનો વાયદો કર્યો.

ખાસ કપડાં તથા જૂતા પહેરી,
આંખે ચશ્મા પણ પહેર્યા ખાસ,
સાથે લઈ ઓક્સીજન બોટલ,
થોડા ડર, ને ઝાઝા રોમાંચ સાથે,
ખાસ જહાજમાં બેઠી.

મારું સ્ટોપ આવી ગયું ને કહ્યું,
"બસ, સીધે સીધા નીચે ઉતરી જાવ."
આટલું ઊંડુ દરિયાનું પાણી,
એકલા કપાશે કેમ?
પણ આપ્યું વચન પાળવું જ ઠરે.

હિંમત કરી,
ઠંડાગાર સમુદ્રજળમાં ડૂબકી મારી,
સાથે લીધા પરિચિતને.

થોડું નીચે જઈ જોયું તો.....
ભૂરો સમુદ્ર થઈ ગયો આછો નીલો.
ઉપર દેખાતો મોજાં ને ઘુઘવાટ કરતો સમુદ્ર
નીચે જતા જતા તો એકદમ શાંત ને નિર્મળ.

રંગબેરંગી નાની મોટી માછલીઓ,
અલગ અલગ જાતની ને કુળની,
છતાં ડર વગર, એકલી કે સમૂહમાં,
બેફિકર થઈ વિહરતી હતી.

મને જોઈ આઘી પાછી થાતી,
કદાચ શરમાઈ જતી હતી.
ખૂબ સુંદર હતો તેમનો પ્રદેશ,
લીલ ને સુંવાળી શેવાળ.
જુદા જુદા રંગ ને આકારના કોરલ,
છીપ અને શંખ.
બધાના ખૂબ ફોટા પાડ્યા.
બધું જોતા જોતા, માણતા માણતા,
અડધા કલાકની અવધી થઈ પૂરી.

પાછા વળવાનો થયો સમય,
બધાને આવજો કહ્યું ને,
દીધો ફરી મળવાનો કોલ.

નીચેથી ઉપર આવી,
ખાસ જહાજમાં બેસી,
મધદરિયેથી કિનારે આવી.
ખૂબ જ રોમાંચક હતી તે ૩૦ મિનિટ.


Rate this content
Log in