Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Heena Pandya (ખુશી)

Inspirational Others

5.0  

Heena Pandya (ખુશી)

Inspirational Others

એકાદ છમકલું કરવાની

એકાદ છમકલું કરવાની

1 min
125


આખા દરિયા ના ડહોળું પણ એકાદ છમકલું કરવાની,

હું આખી ધરતીને માથે લઇ માર્ગ વચાળે મળવાની.


નાવ બનાવી આજ હલેસા કીધાં છે મેં કાગળ ફાડી,

આ આકાશે વાદળની ભીતર હોડી લઇને તરવાની.


થોડું ઠહેરી આખાય મલકની વાતો મારે કરવી છે,

સૂરજ સાથે ધીમું ધીમું હું રોજ ભલેને બળવાની.


પંખી થઇને ઉડતા ઉડતા ઊંડું ભાળી અચરજ પામું,

સાગરની પેટીમાં તારલિયા તોડી હું તો ભરવાની.


સ્હેજ ધકેલું તો કેવાં એક પછી એક સરકતા જાશે,

મણકાઘોડીમાં કંકર લઇને મોજ પડે છે ગણવાની.


પર્વત પરથી ઊંચા ઊંચા ધોધ પડે ત્યાં મોજ ઘણી છે,

ગોફણમાંથી છૂટે પાણો એવુંય ધબાધબ પડવાની.


'ને સંતાઈને બેસી જાઉં હું રાઈનાં દાણામાં,

શોધ કરે છે લોકો મારી ક્યાંથી કોઈને જડવાની.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational