તું
તું
1 min
6.9K
તું છે કે ત્હારી શરારતોથી
મુજમાં સ્થિત નારી ને કરે છે જાગ્રત...
અને કહે છે
તું આ બધામાંથી
એક છું છતાંયે
મ્હારી નિકટ છું.
તું આત્મીય છું.
તું છે કેમ્હારામાં
સુષુપ્ત ધવલ કિરણોને
સ્પર્શીને કરી દે છે
પરિવર્તિતરંગોમાં..
અને કહે છે
તું મ્હારી પ્રકૃતિ છું
તું આત્મીય છું.
તું છે કે પુષ્પોની કોમળતાં
ધરાવતાં મ્હારા
અંતરનાં ખૂણે ખૂણાને
નાખે છે કોતરી..
અને પછીટપકતી
વેદનાઓને
ખુદમાં સમાવી કહે છે..
તું મ્હારી આશ છું.
તું આત્મીય છું.
તું છે કે ધૂમમ્સની માફક
આવીને વાદળોને
મ્હરામાં કરી દે છે
સ્થાપિત પછી.
વરસતાં વરસાદમાં
ભીંજાતો રહે છે
મુજ સંગે
અને કહે છે કે
તું મ્હારી કવિતા છું.
તું આત્મીય છું.